Special Investment Region (SIR) દેશના 100 સ્માર્ટ શહેરની વિકાસની યોજનામાં ગુજરાતના ધોલેરા -ગિફટ સિટીનો સમાવેશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ DHOLERA SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન) ની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી અને અહીં નિર્માણાધીન પ્રકલ્પોની સમીક્ષા કરી હતી. દેશમાં 100 સ્માર્ટ શહેરોના વિકાસ માટેની કેન્દ્ર સરકારની યોજનામાં ગુજરાતના ધોલેરા સર અને ગિફ્ટ સિટીનો પણ સમાવેશ કરાયો છે.
દેશ-વિદેશના ઊદ્યોગ રોકાણકારોને ગુજરાતમાં આકર્ષિત કરીને, આત્મનિર્ભર ભારત-મેઇક ઇન ઇન્ડિયાના મંત્રને સાકાર કરવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન્સ પર ગુજરાત સરકાર વિશેષ ભાર આપી રહી છે. વધતી વસતિ અને ગીચતાના વિકલ્પરૂપે મોટા શહેરોને સેટેલાઇટ સિટી તરીકે તેમજ મધ્યમ કદના શહેરોને આધુનિક બનાવવાનું જે વિઝન વડાપ્રધાને આપ્યું છે, તે મુજબ ગુજરાતમાં પર્યાવરણની જાળવણી સાથે ઔદ્યોગિક વિકાસની સાતત્યપૂર્ણ પરંપરાનો ખ્યાલ રાખીને, ધોલેરાને ઔદ્યોગિક સિટી તરીકે વિકસીત કરવાની સાથોસાથ ગ્રીન ફીલ્ડ ઇન્ડસ્ટ્રિયલ સિટી બનાવવા માટે પણ રાજ્ય સરકાર કાર્યરત છે.
920 ચોરસ કિ.મી વિસ્તારમાં વિકસી રહેલું ધોલેરા SIR સૌથી મોટું ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિયન અને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા પ્લેટિનમ રેટિંગ મેળવનાર ભારતનું સૌપ્રથમ ગ્રીનફિલ્ડ ઈન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી છે. જે સિંગાપોર જેવા દેશના વિકસિત વિસ્તાર કરતાં પણ મોટું છે.
આ વર્લ્ડ ક્લાસ. ન્યૂ એજ ઇન્ફાસ્ટક્યર સિટીના આયોજન અને વિકાસ માટે ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. ઓથોરિટી સંલગ્ન લેન્ડ ટાઇટલ ક્લિયરન્સ સાથે મોટી જમીનો, એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ, પ્લગ એન્ડ પ્લે ફેસિલિટી, સૌથી ઓછા વીજ દર, કનેક્ટિવિટી જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
ધોલેરા સરમાં શું શું હશે ?
ધોલેરા સર એરોસ્પેસ, ડિફેન્સ, એન્જિનિયરિંગ, ઓટો પાર્ટસ, ફાર્માસ્યુટિકલ, ઇન્ફોર્મેશન ટેકનોલૉજી, ઇલેક્ટ્રોનિક, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રના ઉદ્યોગો માટે બેસ્ટ પોટેન્શિયલ ધરાવે છે. + એક હજાર એકર વિસ્તારમાં સ્પેશિયલ એજ્યુકેશન રિજિયન આકાર પામશે. ધોલેરામાં માત્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ જ નહીં, સોશિયલ ઇન્ફાસ્ટ્રક્યર ડેવલપમેન્ટને પણ મહત્ત્વ અપાયું છે. + ધોલેરા-SIRથી 350 કિ.મી.ની ત્રિજ્યામાં અમદાવાદ શહેર, પીપાવાવ પોર્ટ, કંડલા પોર્ટ, મુન્દ્રા પોર્ટ, નિર્માણાધીન ભાવનગર CNG પોર્ટ વગેરે ધોલેરા-SIRને લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેઇન પૂરી પડશે.