ગુજરાતમાં 18મી જાન્યુઆરીથી નવમો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નું રંગેચગે પ્રારંભ થયો છે. જેમાં દેશ-વિદેશના મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓએ ભાગ લીધો છે. આજે વાયબ્રન્ટના પહેલા દિવસે પીએમ મોદીના ભાષણ બાદ તમામ ઉદ્યોગપતિઓ અને વિદેશમાંથી આવેલા ડેલિગ્રેશને સાથે લંચ લીધું હતું. ત્યારબાદ વન ટું વન બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં ગુજરાતમાં અનેક નાના મોટા રોકાણ થવાની આશા સેવાઇ રહી છે.

આજે વાયબ્રન્ટ સમિટમાં થયેલા MOUને લઇને સૌરભ પટેલે એક નિવેદન આપ્યું હતું. સૌરભ પટેલે જણાવ્યું કે, ગુજરાતના ધોલેરામાં ચાઇન કંપની સ્ટીલનો પ્લાટ સ્થાપશે. આજે ધોલેરાના પ્લાન્ટ અંગે ચાઇન કંપની સાથે MOU થયા છે. આ સિવાય ધોલેરામાં મૂડી રોકાણ માટે અન્ય કંપનીઓએ MOU કર્યા છે. ગુજરાતના ઐતિહાસિક બંદરોમાં રોકાણ કરવા માટે રાજ્યો અને અનેક દેશોએ રસ દાખવીને અનેક MOU થયાની વાત કરી હતી.

એક સરકારી આંકડા પ્રમાણે વાઇબ્રન્ટમાં 115થી વધારે દેશોના ડેલિગેટ્સ ગુજરાતના પ્રવાસે છે. દેશ-વિદેશના 2700થી વધારે નેતાઓ અને ઉદ્યોગપતિઓ 3 દિવસ સુધી વાયબ્રન્ટમાં ભાગ લેવા અમદાવાદ અને ગાંધીનગરમાં રોકાયા છે.

Recent Posts

1 Step 1
Inquiry Now
keyboard_arrow_leftPrevious
Nextkeyboard_arrow_right

Download our Brochure

Menu